ARTICLE: HAIKU AND TANKA

સાહિત્ય જગતની નાની અને પ્રચલિત કૃતિઓ:

 હાઈકુ અને તાન્કા કાવ્યો






★ઇતિહાસ:

              સાહિત્ય જગત માં હાઈકુ એ જાપાનીઝ સંસ્કૃતિ ની દેન છે. હાઈકુ ના લખાણ ની શરૂઆત 17મી સદી ના મધ્ય ભાગ માં થઈ હતી પરંતુ એ સમયે હાઇકુ કવિતાઓ "હોક્કુ" ના નામથી પ્રચલિત હતી.માત્શો બાશો ને હોક્કુ ના પ્રણેતા ગણવામાં આવે છે,પરંતુ સમય જતા 19મી સદીના અંત ભાગમાં કવિ માશોકા શિકી દ્વારા કુદરતી ચિત્રોનું વર્ણન 17 અક્ષરની નાના માં નાની કૃતિ વળે કરીને હાઈકુ નામ આપવામાં આવેલું.


     જેમ શાયરી અને ગઝલ ઉર્દુ ભાષાની દેન છે અને ધીમે ધીમે હિન્દી અને ગુજરાતી માં લખાવા લાગી એવી જ રીતે સમય જતા હાઈકુ પણ જુદી જુદી ભાષાઓમાં લખવામાં આવ્યુ. ગુજરાતી ભાષામાં હાઈકુની શરૂઆત સ્નેહરશ્મિએ કરી હતી,તેઓએ વર્ષ 1966 માં 'સોનેરી ચાંદ રૂપેરી સૂરજ' નામ નો હાઈકુ સઁગ્રહ રજૂ કર્યો હતો અને ત્યાર પછી કેટલાયે કવિઓ હાઈકુ લખવા માટે પ્રેરાયા હતા.


               અંગ્રેજી ભાષા માં હાઈકુ ઇતિહાસ ની વાત કરીએ તો 20મી સદી ની શરૂઆત થી જ કેટલાક જાપાનીઝ કવિઓને હાઈકુ નું અંગ્રેજીમાં ભાષાંતર કરેલું અને સાથે સાથે પશ્ચિમી દુનિયામાં પણ હાઈકુએ પગપેસારો કર્યો હતો.


★હાઈકુ કવિતાની રચના:

                પહેલાના સમય માં હાઈકુ એ પ્રકૃતિ દર્શન કરાવતી કવિતા હતી અને દરેક હાઈકુ માં કોઈ એક એવો શબ્દ તો જોવા મળતો જ કે જે ઋતુ અથવાતો સમય નું સૂચન કરતો હતો.પરંતુ સમય જતા વર્તમાન સમય માં કવિઓ પ્રકૃતિ ભાવની સાથે સાથે વ્યક્તિગત ભાવ ને આધારે પણ હાઇકુ ની રચના કરે છે.

                 નીચે લખાયેલ હાઈકુને ધ્યાન માં લઈને રચના સમજીએ તો પહેલી નજરે હાઈકુ ને સમજતા ખબર પડે કે દરેક હાઈકુ એ 3 પંક્તિઓ માં લખાય છે અને પહેલી પંક્તિ માં 5,બીજી પંક્તિમાં 7 અને ત્રીજી પંક્તિમાં 5 અક્ષરોનો સમાવેશ થયેલો હોય છે.પરંતુ આપણે આમ કોઈ પણ શબ્દો ને આ બંધારણ પ્રમાણે લખીને એને હાઈકુ ના કહી શકીએ.હાઇકુ માં દરેક પંક્તિ એ સ્વતંત્ર વાક્ય હોવું જોઈએ અને દરેક પંક્તિ નો સરખો અર્થ પણ નિકળવો જોઈએ. આમ ત્રણ અર્થસભર પંક્તિઓથી હાઇકુ તૈયાર થાય છે.ગુજરાતી અને હિન્દી ભાષામાં અર્ધવ્યન્જનો કે માત્રા ને ગણતરીમાં લેવામાં આવતી નથી.જે નીચે ના ઉદાહરણ થી સમજી શકાય છે.

         हाइकू                                                

      संपत्ति खाणे,            

     मानव शांति झंखे       

      चिंता खटके।             


◆તાન્કા કાવ્ય:


                                                                                                      

      તાન્કુ

                ઉતરી ચાંદ

           શિવ જટાએ શોભે,

                   પ્રકૃતિ ખીલી

               ગાંડા ગંગા ના નિરે

                માનવ હરખાયો.

                                     

★ઇતિહાસ:

    તાન્કા કાવ્ય લખાવાની શરૂઆત 12મી સદીની આસપાસ થઈ હતી એવું મનાય છે.એ સમયે લોકો ચિત્રોનું વર્ણન કરવા માટે આ કૃતિનો ઉપયોગ કરતા હતા.

જાપાનમાં પ્રથમ 3 પંક્તિઓ હોક્કા તરીકે પ્રચલિત હતી,જેમાં પહેલી 2 પંક્તિઓ કુદરતી સૌંદર્ય ને આધારે લખાતી હતી જ્યારે છેલ્લી 2 પંક્તિઓએ(4 અને 5)વ્યક્તિગત લાગણીઓ ને દર્શાવતી હતી.પણ સમય જતા ફક્ત 3 પંક્તિઓ નું હાઇકુ જ રહી ગયું.


★કાવ્ય રચના:

    મેં પણ અહીં 1 ચિત્ર ને ધ્યાન માં રાખી ને તાન્કા કાવ્ય ની રચના કરી છે, અહીં શરૂઆત ના ભાગ માં પ્રકૃતિ ને દર્શાવાનો પ્રયત્ન કર્યો છે જ્યારે છેલ્લી 2 પંક્તિઓમાં મારા ભાવ અને વિચાર ને આધારે શબ્દો મુકેલા છે.

તાન્કા અથવા તો તાન્કુ ને કદ પ્રમાણે તેમજ જન્મ પ્રમાણે હાઇકુ ના મોટા ભાઈ તરીકે જોઈ શકાય છે કેમ કે તાન્કા કાવ્ય માં 5,7,5,7,7 રચનાને આધારે કાવ્ય રચાય છે પરંતુ પ્રસિદ્ધિ પ્રમાણે જોઈએ તો અત્યાર ના સમય માં તાન્કા(તાન્કુ)કરતા હાઈકુ વધુ પ્રમાણ માં લખાય છે.


👉       હિન્દી અને ગુજરાતી બન્ને ભાષાના બીજા ઉદાહરણો તમે નીચે આપેલી લિંક માં જઈને જોઈ શકશો.જેમાંથી કેટલાક કાવ્યો ચિત્રને ધ્યાન માં રાખીને લખવામાં આવ્યા છે તો બીજા કેટલાક કાવ્યો મારા અંગત ભાવને આધારે લખેલા છે.

https://poetrybykrunal.blogspot.com/search/label/HAIKU%20AND%20TANKU