Gujarati shayari-. લડી લેવું એવી ટેક છે.

 


Gujarati shayari-. લડી લેવું એવી ટેક છે.




નવી મંજીલ ને ઉમ્મીદો અનેક છે,

રસ્તા નવા ને ઈરદાઓ નેક છે.


આભ ફાટે કે ધરતી ચિરાય

છેલ્લી શ્વાસ લગી લડી લેવું એવી ટેક છે.


      આ જિંદગી છે સાહેબ કેટલાક દાવપેચ એ લડે તો સામે આપડે બાથ ભીડવી પડે બાકી હીંમત હરે તો સદા નિરાશા ને અંધકારમાં જ ગરકાવ થઈ જવાય.

GUJARATI SHER- કિસ્સો બની ગયો હતો,


 

GUJARATI SHER- કિસ્સો બની ગયો હતો,






એક વણજીતી રમત નો કિસ્સો બની ગયો હતો,


ખોટા ને ખોટો કહેવાની જીદનો હિસ્સો બની ગયો હતો.


                      ખોટા વ્યક્તિને ખોટો સાબિત કરવાના વ્યર્થ પ્રયત્નો કરવા એના કરતાં પોતાને સાચા સાબિત કરવાના પ્રયત્નો કરવા વધુ સારા. કેમ કે, ખોટા વ્યક્તિઓ ક્યારે પણ એ વાત સ્વીકારી શકતા નથી કે તેઓ ખોટા છે.



MOTIVATIONAL SHAYARI- હાર મળે કે જીત સ્વીકાર છે

 

MOTIVATIONAL SHAYARI- હાર મળે કે જીત સ્વીકાર છે






જીવન માં હાર મળે કે જીત સ્વીકાર છે,

પણ કંઈ ના કર્યા નો અફસોસ અસ્વીકાર છે.


અણગમતા પરિણામો માટે જ મન મજબૂત બનાવ્યું છે.

હવે નિષ્ફળતા આવે તોયે મનનો ભાવ હકાર છે.


               જેમને આજીવન સફળતા નો જ સ્વાદ ચાખ્યો હોય તેમના માટે મોટી મોટી નિષ્ફળતા ને પચાવી અઘરી બની જાય છે. પણ સફળતા અને નિષ્ફળતા એ બન્ને નો સામનો કરવો જ પડે એ સત્ય બને એટલી વહેલી તકે સ્વીકારી લેવું જોઈએ કેમ કે આજે નઈ તો કાલે મોટી નિષ્ફળતા અથવા મોટી સફળતા મળવાની જ છે.નિરાશાઓ માં ઘેરાઈ જવાને બદલે બને એટલું ઝડપી નિરાશા માંથી બહાર આવી ને ભવિષ્ય માટે કાર્ય શરૂ કરી દઈએ એ જ લાભદાયક છે. થવાનું હતું એતો થઈ ગયું પણ ભવિષ્ય તો આપણા હાથ માં છે ને તો શા માટે આપણે ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત ના કરીએ? તમને શુ લાગે છે? તમારા વિચારો કોમેન્ટ કરીને જરૂર જણાવજો.


SHAYARI- JYA THI MAN UTHI JAY EVI JAGYA E RAHEVU AGHARU CHHE


શાયરી

 



જ્યાંથી મન ઉઠી જાય એવી જગ્યાએ રહેવું અઘરું છે, 

          જ્યાં લાગણી ઘટી જાય ત્યાં વાતો કરતા રહેવું કપરું છે.


         મન માયાજાળ ફેલાવતું અને લાગણીઓ વહેતા નીર સમાન છે.

         બસ ખોટી જગ્યાએ આશ ના લગાવી બેસાય એ જ ખરું છે.