ARTICLE- "ઉજવણી ની અનોખી પહેલ" Posted By: Poetry by Krunal June 03, 2021 Leave a Reply કેટલાક યુવાનો ના પ્રેરણાદાયી કાર્ય ના આધારે લખાયેલો સુંદર લેખ.💥 "ઉજવણી ની અનોખી પહેલ" ભારત દેશ પર પશ્ચિમી વાયરો એવો વાયો કે હવે નાની નાની ખુશીઓ પર ઉજવણી કરવું એ બહુ જ સાધારણ બની ગયું છે.જન્મદિવસ હોય, તહેવારો હોય, નોકરીમાં પ્રમોશન હોય, કોઈ કાર્યનું ધાર્યું પરિણામ મળ્યું હોય એ દરેક સમયે અત્યારના લોકો ઉજવણી કરવાનું ભૂલતા નથી. ઉજવણી કરવાની અહીં સૌની રીત થોડા થોડા અંશે જુદી હોય છે. કોઈ પરિવાર સાથે, તો કોઈ મિત્રો સાથે ઉજવણી કરે, કોઈનું મન હોટલો માં જમીને શાંત થાય તો કોઈ નું નાસ્તા-પાણી થી સંતોષાય. એમાં પણ ક્યારેક મોજ મજા ના નામે દેખાવ કરવાની ઉજવણી થતી હોય એવું પણ અનુભવાય છે. ખેર આ પશ્ચિમી ઉજવણી હવે ભારત માં પણ જૂની થઈ ગઈ છે, તો એના વિશે વધુ વાત કરીને તમારો સમય નથી બગાડવો. આજે વાત કરવી છે કેટલાક યુવાનો દ્વારા થતી અનોખી ઉજવીણી ની. હા,એવી ઉજવણીની કે જે ફક્ત પોતાને કે પોતાના નજદીક ના લોકો ને જ ખુશી નથી આપતી પરંતુ સમાજમાં બીજા લોકોના ચહેરા પરની ખુશીનું કારણ પણ બને છે.આ ઉજવણી એવા લોકો માટે પણ માર્ગદર્શક રૂપ હશે જેઓ કહેતા હોય છે કે તેઓને દેશ માટે, સમાજ માટે કઈક કરવાની ઈચ્છા છે પણ યોગ્ય રસ્તો મળતો નથી.સમાજસેવી મિત્રો પણ આવા કર્યો માં જોડાઈ શકે છે. તો ચાલો કેટલીક નજરે જોયેલી અનોખી ઉજવણીઓ અહીં તમારી સમક્ષ રજૂ કરું.1)કેટલાક યુવાન મિત્રો દ્વારા જન્મદિવસની ઉજવણી વૃદ્ધાશ્રમ માં જઈને વૃધો સાથે સમય પસાર કરીને કરવામાં આવી.જુદી જુદી રમુજી પ્રક્રિયાઓ દ્વારા ના ફક્ત પોતાના જન્મદિવસને ખુશીઓથી ભરપૂર કર્યો પણ સાથે સાથે કેટલાય વૃદ્ધ લોકોની ખુશીનું કારણ બન્યા.2)કેટલાક યુવાનો દ્વારા અનાથ આશ્રમ અને અંધસ્કૂલ ના બાળકો સાથે સમય પસાર કરીને, તેઓની સાથે રમતો રમીને,તેઓને સારો સારો નાસ્તો વહેંચીને પણ ઉજવણી કરતા ઉદાહરણો જોવા મળે છે.3)કેટલાક મિત્રો ઉજવણીના ભાગ રૂપે વૃક્ષારોપણ પ્રક્રિયા કરીને પણ એક સારું ઉદાહરણ સમાજ સમક્ષ રજૂ કરે છે.4)કેટલાક લોકો 'કલોથ ડોનેશન' પ્રક્રિયાથી પણ ઉજવણી કરતા હોય છે.અહીં બે સંભાવનાઓ જોવા મળે છે 1)જાતે કપડાં ખરીદીને કપડાં વહેંચવા અથવા 2)પોતાની પાસે વધુ રૂપિયાની સગવડ ના હોય તો શાળા-કોલેજ અથવા જે જગ્યા એ કામ કરતા હોય તેવા લોકો સાથે મળીને જુના કપડાં ભેગા કરવા અને પછી જરૂરમંદ લોકોને વહેંચવા.5)કેટલાક યુવાનો દ્વારા પોતાની આસપાસ પ્રાથમિક કક્ષાના કાર્યો કરતા લોકો જેવા કે સફાઈકામદાર,વોચમેન,પોલીસકર્મી,માળી,ફાયરબ્રિગેડના માણસો વગેરે ને આભારવિધિ દર્શાવતું કાર્ડ અને ચોકલેક આપીને પણ ઉજવણીઓ થઈ છે. આ સિવાય પણ સમાજ માં કેટલીએ સારી ઉજવણીઓ થતી હશે,હવે તમે જ વિચારો કે સમાજને મદદરૂપ થવા તમારી પાસે કેટલા બધા રસ્તા છે.આપણે પુરા વિશ્વને એક થવા નો સંદેશો આપવા વાળા છી તો પછી આપણે આપણા દેશ માં જ સારી ઉજવણીઓથી ભાઈચારો ના વધારી શકીએ? તમે ફક્ત એ કલ્પના કરો કે કોઈ એક શહેર માં કાર્યરત સમાજસેવી યુવકો સારા કર્યો કરીને સમાજમાં મદદરૂપ થાય છે સાથે સાથે અન્ય યુવાનો ને પણ પ્રેરે છે તો જો તમે રહો છો, ત્યાં આવી કોઈ ટુકડી હોય તો એ તમારા વિસ્તારના કેટલા લોકોને મદદ કરી શકે? અને જ્યારે દરેક ગામે ગામે, સોસાયટીએ સોસાયટીએ આ પ્રકારની સમાજસેવી યુવા ટુકળીઓ હોય તો સમાજ માં કયા હદે પરિવર્તન આવી શકે?વિચારજો જરા.જીવન માં કરવા માટે ઘણા કાર્યો છે પણ કયુ કાર્ય તમારા હાથે થાય એતો તમારા પર જ આધારિત છે. આપણા દેશની ગરીબી પર ચર્ચાઓ કરવી એના કરતા એના ઉપાય સ્વરૂપે કઈક કાર્ય આપણાં હાથે થાય એ મહત્વનું છે.બાકી વિચારો તો ખાલી તરંગો છે, કર્મ એ જ સાચો ધર્મ છે.પાર્ટી કરીને ઉજવણીઓ તો આખું જગત કરે છે પણ બધા થી કઈક અલગ કરવાની મજા જ અલગ છે.ખોટા બાબળાટ નો ના કોઈ મર્મ છે,અહીં તો કર્મ એ જ ધર્મ છે. જય હિંદ,સત્યમેવજયતે. જો તમારી આસપાસ પણ આવી કોઈ પ્રક્રિયા ચાલુ હોય તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જેથી અન્ય લોકો પણ પ્રેરિત થાય. Categories: ARTICLES Continue reading
Article - તમે તમારા બન્યા રહો દુનિયા તમારા પ્રમાણે સેટ થશે. Posted By: Poetry by Krunal June 03, 2021 Leave a Reply તમે તમારા બન્યા રહોદુનિયા તમારા પ્રમાણે સેટ થશે. બે વાક્યો ને અલગ અલગ કરીને વિચારીએ તો પહેલું વાક્ય સ્વપ્રેમની ભાવના,આત્મવિશ્વાસ,સ્વાભિમાન જેવા ગુણ દર્શાવે છે,જ્યારે બીજું વાક્ય અભિમાન,સ્વાર્થ,મક્કમતા જેવા ગુણ દર્શાવે છે. હવે એ વ્યક્તિની સમજણ,સમય-સંજોગ અને સામેના વ્યક્તિ પર આધારિત છે કે કોઈ વ્યક્તિ કયા અભિગમ સાથે વ્યવહાર કરે છે. પણ જો સારી સમજણ શક્તિ હોય અને જીવન ની મજા લેવી હોય તો જરૂર પડે ઝૂકી જવામાં મજા છે.(ક્ષણભર ના ઝુકાવમાં આપણે આપણું અસ્તિત્વ હમેંશા માટે ગુમાવી બેસતા નથી પણ એ જ ક્ષણભર ના દ્રઢ પણામાં આપણે અમૂલ્ય લાગણીઓ અને બીજું કેટલુએ ગુમાવી બેસીએ એવી શક્યતાઓ છે.)તમારા વિચારો કોમેન્ટ માં આવકાર્ય છે.👍 Categories: ARTICLES Continue reading
ARTICLE: HAIKU AND TANKA Posted By: Poetry by Krunal June 02, 2021 Leave a Reply સાહિત્ય જગતની નાની અને પ્રચલિત કૃતિઓ: હાઈકુ અને તાન્કા કાવ્યો★ઇતિહાસ: સાહિત્ય જગત માં હાઈકુ એ જાપાનીઝ સંસ્કૃતિ ની દેન છે. હાઈકુ ના લખાણ ની શરૂઆત 17મી સદી ના મધ્ય ભાગ માં થઈ હતી પરંતુ એ સમયે હાઇકુ કવિતાઓ "હોક્કુ" ના નામથી પ્રચલિત હતી.માત્શો બાશો ને હોક્કુ ના પ્રણેતા ગણવામાં આવે છે,પરંતુ સમય જતા 19મી સદીના અંત ભાગમાં કવિ માશોકા શિકી દ્વારા કુદરતી ચિત્રોનું વર્ણન 17 અક્ષરની નાના માં નાની કૃતિ વળે કરીને હાઈકુ નામ આપવામાં આવેલું. જેમ શાયરી અને ગઝલ ઉર્દુ ભાષાની દેન છે અને ધીમે ધીમે હિન્દી અને ગુજરાતી માં લખાવા લાગી એવી જ રીતે સમય જતા હાઈકુ પણ જુદી જુદી ભાષાઓમાં લખવામાં આવ્યુ. ગુજરાતી ભાષામાં હાઈકુની શરૂઆત સ્નેહરશ્મિએ કરી હતી,તેઓએ વર્ષ 1966 માં 'સોનેરી ચાંદ રૂપેરી સૂરજ' નામ નો હાઈકુ સઁગ્રહ રજૂ કર્યો હતો અને ત્યાર પછી કેટલાયે કવિઓ હાઈકુ લખવા માટે પ્રેરાયા હતા. અંગ્રેજી ભાષા માં હાઈકુ ઇતિહાસ ની વાત કરીએ તો 20મી સદી ની શરૂઆત થી જ કેટલાક જાપાનીઝ કવિઓને હાઈકુ નું અંગ્રેજીમાં ભાષાંતર કરેલું અને સાથે સાથે પશ્ચિમી દુનિયામાં પણ હાઈકુએ પગપેસારો કર્યો હતો.★હાઈકુ કવિતાની રચના: પહેલાના સમય માં હાઈકુ એ પ્રકૃતિ દર્શન કરાવતી કવિતા હતી અને દરેક હાઈકુ માં કોઈ એક એવો શબ્દ તો જોવા મળતો જ કે જે ઋતુ અથવાતો સમય નું સૂચન કરતો હતો.પરંતુ સમય જતા વર્તમાન સમય માં કવિઓ પ્રકૃતિ ભાવની સાથે સાથે વ્યક્તિગત ભાવ ને આધારે પણ હાઇકુ ની રચના કરે છે. નીચે લખાયેલ હાઈકુને ધ્યાન માં લઈને રચના સમજીએ તો પહેલી નજરે હાઈકુ ને સમજતા ખબર પડે કે દરેક હાઈકુ એ 3 પંક્તિઓ માં લખાય છે અને પહેલી પંક્તિ માં 5,બીજી પંક્તિમાં 7 અને ત્રીજી પંક્તિમાં 5 અક્ષરોનો સમાવેશ થયેલો હોય છે.પરંતુ આપણે આમ કોઈ પણ શબ્દો ને આ બંધારણ પ્રમાણે લખીને એને હાઈકુ ના કહી શકીએ.હાઇકુ માં દરેક પંક્તિ એ સ્વતંત્ર વાક્ય હોવું જોઈએ અને દરેક પંક્તિ નો સરખો અર્થ પણ નિકળવો જોઈએ. આમ ત્રણ અર્થસભર પંક્તિઓથી હાઇકુ તૈયાર થાય છે.ગુજરાતી અને હિન્દી ભાષામાં અર્ધવ્યન્જનો કે માત્રા ને ગણતરીમાં લેવામાં આવતી નથી.જે નીચે ના ઉદાહરણ થી સમજી શકાય છે. हाइकू संपत्ति खाणे, मानव शांति झंखे चिंता खटके। ◆તાન્કા કાવ્ય: તાન્કુ ઉતરી ચાંદ શિવ જટાએ શોભે, પ્રકૃતિ ખીલી ગાંડા ગંગા ના નિરે માનવ હરખાયો. ★ઇતિહાસ: તાન્કા કાવ્ય લખાવાની શરૂઆત 12મી સદીની આસપાસ થઈ હતી એવું મનાય છે.એ સમયે લોકો ચિત્રોનું વર્ણન કરવા માટે આ કૃતિનો ઉપયોગ કરતા હતા.જાપાનમાં પ્રથમ 3 પંક્તિઓ હોક્કા તરીકે પ્રચલિત હતી,જેમાં પહેલી 2 પંક્તિઓ કુદરતી સૌંદર્ય ને આધારે લખાતી હતી જ્યારે છેલ્લી 2 પંક્તિઓએ(4 અને 5)વ્યક્તિગત લાગણીઓ ને દર્શાવતી હતી.પણ સમય જતા ફક્ત 3 પંક્તિઓ નું હાઇકુ જ રહી ગયું.★કાવ્ય રચના: મેં પણ અહીં 1 ચિત્ર ને ધ્યાન માં રાખી ને તાન્કા કાવ્ય ની રચના કરી છે, અહીં શરૂઆત ના ભાગ માં પ્રકૃતિ ને દર્શાવાનો પ્રયત્ન કર્યો છે જ્યારે છેલ્લી 2 પંક્તિઓમાં મારા ભાવ અને વિચાર ને આધારે શબ્દો મુકેલા છે.તાન્કા અથવા તો તાન્કુ ને કદ પ્રમાણે તેમજ જન્મ પ્રમાણે હાઇકુ ના મોટા ભાઈ તરીકે જોઈ શકાય છે કેમ કે તાન્કા કાવ્ય માં 5,7,5,7,7 રચનાને આધારે કાવ્ય રચાય છે પરંતુ પ્રસિદ્ધિ પ્રમાણે જોઈએ તો અત્યાર ના સમય માં તાન્કા(તાન્કુ)કરતા હાઈકુ વધુ પ્રમાણ માં લખાય છે.👉 હિન્દી અને ગુજરાતી બન્ને ભાષાના બીજા ઉદાહરણો તમે નીચે આપેલી લિંક માં જઈને જોઈ શકશો.જેમાંથી કેટલાક કાવ્યો ચિત્રને ધ્યાન માં રાખીને લખવામાં આવ્યા છે તો બીજા કેટલાક કાવ્યો મારા અંગત ભાવને આધારે લખેલા છે.https://poetrybykrunal.blogspot.com/search/label/HAIKU%20AND%20TANKU Categories: ARTICLES HAIKU AND TANKA Continue reading