2 lines suvichar- પોતાની સામે હારી જવાય છે,

 

  2 lines suvichar- પોતાની સામે હારી જવાય છે





સમય અને સંજોગ બદલાતા,

પોતે જ પોતાની સામે હારી જવાય છે,


સમજણ ભલેને હોય કેટલીયે તો પણ,

મન અને બુદ્ધિ અંદરોઅંદર ગૂંચવાય છે.


                ક્યારેક પરિસ્થિતિ એવી આવી ચળે કે મનની લાલસા અને બુદ્ધિની સમજણમાં કોણ સાચું અને કોણ ખોટું છે એ નિર્ણય જ નથી લઈ શકતો. અને કોઈ યોગ્ય નિર્ણય ના લઈ શકવો એ કારમી હાર સમાન જ છે.


SUVICHAR- સમજદારીના પાળ બાંધી રાખજો.

 

SUVICHAR- સમજદારીના પાળ બાંધી રાખજો.




વાવેતર કરવાના હોય જો વિચારોના તો

માન્યતાઓના ખેતમાં હળ હાંકી રાખજો.


ગંદકી ના પુર તો ગમે ત્યારે આવી પહોંચે

પણ એને રોકવા સમજદારીના પાળ બાંધી રાખજો.


GUJARATI SUVICHAR-પોતાના અભિગમ ને જાણી લેવો જોઈએ.

 


GUJARATI SUVICHAR-પોતાના અભિગમ ને જાણી લેવો જોઈએ.




બીજા પર બોલતા પહેલા

પોતાના અભિગમ ને જાણી લેવો જોઈએ.


હોવ જો અજાણ એનાથી 

તો પોતાના સ્વભાવ ને માણી લેવો જોઈએ.



                                   કેટલાક લોકો સારા સુઝાવ આપતા ફરતા હોય છે પણ ક્યારેક ક્યારેક તેઓ પોતે જ પોતાના જીવન માં અસફળતાનો સામનો કરે છે અને પોતાના મન ની સ્થિરતા ગુમાવી બેસે છે. દરેક વ્યક્તિ પોતાની પરિસ્થિતિ પ્રમાણે બને એટલા સારા નિર્ણય લેતો જ હોય છે પણ પછી હાર મળે કે જીત એ સ્વીકારી લેવી જોઈએ. પણ કેટલાક લોકો પોતાના કરતા બીજાના જીવન માં વધુ રસ રાખે છે અને અન્ય ની હાર કે જીત પર નકામું બોલ્યા કરે છે,એ લોકો ક્યારેય પોતાનું જીવન વ્યવસ્થિત રીતે જીવી શકતા નથી. માટે સારા જીવન માટે આપણે આપણા વ્યક્તિગત પ્રસંગો માં વધુ ધ્યાન આપવું જોઈએ જેથી આપણે મજા કરી શકીએ.વિચાર સારો એલએજીઇ તો બીજાને પણ શેર કરો.