MOTIVATIONAL GUJARATI GAZAL- મંજુર છે

 

MOTIVATIONAL GUJARATI GAZAL:

 મંજુર છે






સુખ હોય કે દુઃખ મંજુર છે

મન ની હતાશા હંમેશા દૂર છે.


આશાઓ તો રોજ આસમાને પહોંચે,

એમાં પણ ધુમ્મસની દેવાતી દસ્તુર છે.


પરિસ્થિતિ વિકટ આવતી રહે,

પણ એમાં કિસ્મત નો શુ કસૂર છે?


જીવન ભલેને ઘોંઘાટ ભર્યું હોય,

તો પણ અવાજ આપણો એક સુર છે.


કબાટમાં પુસ્તકોની ભરમાર છે,

માટે જ વિચારો આપણા કોહિનૂર છે.


GUJARATI GAZAL- બીજું શું?

 

GUJARATI GAZAL- બીજું શું?







વેઠવાની ઘડીએ વેઠવાનું,બીજું શું?

ફાટે જો કંઈ તો સાંધવાનું,બીજું શું?


સમય જ છે ને,આપોઆપ વીતી જશે.

હળવે હળવે આગળ વધવાનું,બીજું શું?


એકબીજા વગર સૌ અહીં અધૂરા છે,

કંઈ જરૂર પડે તો માંગવાનું,બીજું શું?


જો કંઈ આવશે તો એ સમય સાથે જશે,

પણ કંઈ નકામું હોય તો ધકેલવાનું, બીજું શું?


રસ્તા તો કેટલાયે છે આગળ વધવાના પણ,

જ્યાં મન પાછું પળે ત્યાં અટકવાનું,બીજું શું?

GUJARATI GAZAL- આ માણસ ક્યાંક તો જરૂર ફસાયો છે.

 

GUJARATI GAZAL- આ માણસ ક્યાંક તો જરૂર ફસાયો છે.






અકળાયો છે,ગૂંચવાયો છે,

આ માણસ થોડો મૂંઝાયો છે.


દુનિયાભરની નિત નવી ફેશનો માં,

આ માણસ ધીમે ધીમે દટાયો છે.


માણસાઈના કઠિન માપદંડ માં, 

આ માણસ ઓછા અંકે મપાયો છે.


લાગણી અને સંબંધોના ખેલ માં,

આ માણસ ખરાબ રીતે ઘવાયો છે.


નિરંતર સુખ ની આશાઓ માં,

આ માણસ બધે લોભાયો છે.


શહેરોની અદ્રશ્ય માયાજાળ માં,

આ માણસ ક્યાંક તો જરૂર ફસાયો છે.